સમિતિના નિયમો

 *અખીલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતિ નાં દરેક હોદ્દેદારો અને સભ્યો એ  સંસ્થા નું માન જળવાઈ રહે તે માટે નીચે મુજબ નાં નિયમો નું પાલન કરવું જરૂરી રહેશે.*




૧) ABMNS પરિવારમાં કોઈ પણ અસામાજિક તત્વો ને લેવામાં આવશે નહીં અને જો કોઈના ભલામણ થી સામેલ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ ની જવાબદારી લાવનાર વ્યકતી ની હશે.ભવિષ્ય માં કોઈ અસામાજિક કૃત્ય થશે તો બન્ને ને abmns પરિવાર માંથી બહાર કાઢવામાં આવશે.

૨) જિલ્લા .તાલુકા અથવા વોર્ડ માં કોઈ પણ સામાજિક કાર્ય અથવા આવેદન આપવા જેવી પ્રવૃત્તિ કરવાની હોય તો ગુજરાત ના કોઈપણ એક હોદ્દેદારો ની પરવાનગી લેવી ફરજીયાત રહેશે..

૩) *ગુજરાત પ્રમુખ* ની પરવાનગી વગર કોઈપણ હોદ્દેદાર પોતાના નામનો *latterhead* છપાવી શકશે નહીં.

૪) જિલ્લા .વોર્ડ કે તાલુકા માં કોઈપણ કાર્ય કરવાનું હોય તો પ્રથમ ત્યાંના *પ્રમુખ શ્રી* ની પરવાનગી હશે તોજ માન્ય ગણવામાં આવશે..

૫) વોર્ડ. જિલ્લા તાલુકા માં જો કોઈ વ્યક્તિ ને પરિવાર માં લેવાની હશેતો તેની જાણકારી ત્યાંના પ્રમુખ શ્રીને આપવાની રહેશે તેમને યોગ્ય લાગશે તોજ પરિવારમાં લેવામાં આવશે..

૬) ABMNS ના નામે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વર્તણુક અથવા સંસ્થા ના નામનો દુરુપયોગ કરશે *તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.*

૭) ગ્રુપ માં દરેક સમાજ ,ધર્મ,જ્ઞાતિ ,પક્ષ ના અગ્રણીઓ નો સમાવેશ થયેલ છે જેથી કોઈ પણ સમાજ કે ધર્મ .પક્ષ ની લાગણી દુભાય અને માનહાની થાય તેવા મેસેજ કરવા નહીં. *નહીં તો તેમને તાત્કાલિક પરિવાર માંથી બહાર કાઢી નાખવામાં આવશે.*

૮) ગ્રુપમાં સામાજિક કાર્યો, જરૂરી માહિતી, કાનૂની માહીતી, સિવાય કોઈપણ મૅસેજ મુકવા નહી અને જો વારંવાર એક વ્યક્તિ દ્વારા આવા મેસેજ મુકવામાં આવશે તો *તેમને 1 મહિના માટે ગ્રુપ માંથી ત્યજી દેવામાં આવશે અને કમિટી ની પરવાનગી સિવાય તેમને પાછા લેવામાં આવશે નહિ.*

૯) *ABMNS પરિવારમાં કોઇપણ મહિલા ને ઓળખતા ના હોયતો વ્યક્તિગત મેસેજ કરવા નહિ અને જો આવું કરવામાં આવશે અને ફરિયાદ આવશે તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.આજ નિયમો લાગુ મહિલા સભ્યએ પણ અનુકરણ કરવાનું રહેશે..*

૧૦) પરિવારમાં કોઈ વ્યક્તિગત મતભેદ અથવા મનભેદ હોય તો તેમને ગુજરાત પ્રમુખશ્રીને જણાવી નિરાકરણ કરવાનું રહેશે જાહેરમાં ગ્રુપ માં વિખવાદ કરવો નહીં.

૧૧) ગ્રુપ માં જે વ્યક્તિ ને જેના દ્વારા સામેલ કરવામાં આવે તેમને ઉપરના નિયમો પેહલા તેમને સમજાવવા પડશે.

૧૨) નિયમો માં ફેરફાર કરવાની અને સંસ્થા માં કોઈને રાખવા ના રાખવા ,શુ કાર્ય કરવા ના કરવા તેની છેલ્લી સત્તા ગુજરાત પ્રમુખ શ્રી ની રહેશે..


*જે કોઈ પણ વ્યક્તિ જે કોઈ હોદ્દા પર હસે  અને જે સંસ્થા નાં નિયમો નું ઉલ્લંઘન કરશે તો સંસ્થા તેમના પર કાયદેસર પગલાં લેવા માં આવશે.*

 

આ નિયમો કોઈએ આપડા abmns પરિવાર ના સભ્યો  અથવા abmns ના whats app ગ્રુપ સિવાય અન્ય social મીડિયા માં મુકવા નહીં.


*આને લગતા વળગતા જો કોઈ પ્રશ્ન હોય તો આપણા ગુજરાત રાજ્ય સચિવ*

*શ્રી ભાવેશભાઈ કંસારા ને Mob -9998060046 પર સંપર્ક કરવો.*

Comments

Popular posts from this blog

31 ઑક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે

સામાન્ય સૂચનાઓ...